Devbhumi Dwarka: ખંભાળિયાના સલાયા ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રીની ઉજવણી, મહિલાઓએ રાસ ગરબા રમી કરી આરાધના
ચૈત્રી નવરાત્રીમાં (Chaitra navratri 2022) સલાયા ગામે ફક્ત બહેનો માટે જ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ રાસ અને ગરબા રમી માતાજીની આરાધના કરે છે.
દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે (Salaya village) ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોહાણા મહાજન વાડી ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીની આરાધના કરવામાં આવી અને મહિલાઓ દ્વારા રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી. મહિલાઓએ રાસ ગરબા (Garba) રમીને માતાજીની આરાધના કરી હતી.સલાયા ગામની પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રીમાં પણ ફક્ત બહેનો માટે જ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ રાસ અને ગરબા રમી માતાજીની આરાધના કરે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે વર્ષો જૂની પરંપરાગત રીતે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આસો નવરાત્રી મુજબ જ માતાજીની સ્થાપના કરાઈ છે અને માંડવી મા ગરબો મૂકી અને આરાધના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં પણ ફક્ત બહેનો માટે જ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ રાસ અને ગરબા રમી માતાજીની આરાધના કરે છે. દરરોજ 300 જેટલી બહેનો માતાજીની આરાધના કરી ગરબે ઘૂમે છે અને ચૈત્રી નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે.
સલાયા ખાતે વર્ષો જૂની પરંપરાગત રીતે ચાલતી આ ચૈત્રી નવરાત્રી દરમિયાન દરરોજ ગરબીમાં મહિલાઓ મુક્ત મનથી રાસ ગરબા રમી માતાજીની આરાધના કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના ખૂબ જ ભાવ ભક્તિ પૂર્વક અને હર્ષોઉલ્લાસથી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો