AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhotaudepur: નસવાડીમાં ઘરે ઉછેરેલ ગાંજાના છોડ મળી આવ્યા, SOG એ આરોપીની કરી ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 9:19 PM
Share

SOG ની ટીમ નસવાડીના વાલપુર ગામ પહોંચી હતી. બાતમીનુસાર ઘરે પહોંચીને તપાસ કરતા સુકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. લગભગ 715 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો અને જેને લઈ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી.

 

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાલપુર ગામની સીમમાંથી ગાંજાના છોડ ઉગાડેલા મળી આવ્યા છે. છોટા ઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા આ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી આધારે દરોડો પાડતા ઘરની પાછળ ઉઘાડેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસ ટીમે ગાંજાના ત્રણ લીલા અને સુકા ગાંજાના છોડ ઝડપી લઈને આરોપી સંદીપ ભીલની ધરપકડ કરી છે.

બાતમી આધારે SOG ની ટીમ નસવાડીના વાલપુર ગામ પહોંચી હતી. બાતમીનુસાર ઘરે પહોંચીને તપાસ કરતા સુકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. લગભગ 715 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો અને જેને લઈ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી. નસવાડી મામલતદારને સાથે રાખીને ટીમે દરોડો પાડ્યો હતો. એફએસએલની ટીમ પણ દરોડા વખતે સાથે રાખીને તપાસ કરતા ઘરની પાછળ વાડામાં ઉગાડવામાં આવેલ ગાંજાનો છોડ મળી આવતા NDPS એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

 

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Aug 16, 2023 09:17 PM
g clip-path="url(#clip0_868_265)">