Chhota Udepur : જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યું

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મતદાન બાદ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 12:42 PM

ગુજરાત(Gujarat)વિધાનસભા-2022ની ચૂંટણી પૂર્વે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchyat Election) માટે મતદાન શરૂ થયું છે. જેમાં રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે કુલ 27 હજાર 200 સરપંચોનું(Sarpanch)ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. જેમાં આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ(Sukhram Rathva)પણ મતદાન(Voting)કર્યું છે. તેમણે કવાંટ તાલુકાના જામલી ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે મતદાન બાદ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ છે. આ ઉપરાંત તેમણે વિધાનસભા લોકસભા ચૂંટણી પણ બેલેટ પેપરથી થવી જોઈએ તેમ જણાવ્યું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો,  23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

આ પણ વાંચો : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારે 11 વાગે સુધીમાં 17 ટકા મતદાન

આ પણ વાંચો : Gram Panchayat Election: કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના વતન વાંઠવાડી ખાતે કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">