Gujarat માં કોવિડ મૃત્યુના કલેઇમ અરજીની તપાસ માટે કેન્દ્રીય ટીમની મુલાકાત, અરજીઓની તપાસ કરશે
ગુજરાતથી (Gujarat) કોવિડથી થયેલા મૃત્યુના ક્લેઈમની તપાસ માટે કેન્દ્રની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્રની ટીમ મૃત્યુ ક્લેઈમની અરજીઓની તપાસ કરશે અને ખોટી રીતે કરેલી અરજી મુદ્દે તપાસ કરશે. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિએ ખોટી રીતે લાભ લીધો હશે તો રકમ પરત લેવાશે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) નવા કેસ વધી રહ્યા છે તેમજ વડોદરામાં નવા વેરિયન્ટ મુદ્દે ફરી ભય ફેલાયો છે. ત્યારે બીજી તરફ કોવિડથી થયેલા મૃત્યુના ક્લેઈમની તપાસ માટે કેન્દ્રની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેન્દ્રની ટીમ મૃત્યુ ક્લેઈમની અરજીઓની તપાસ કરશે અને ખોટી રીતે કરેલી અરજી મુદ્દે તપાસ કરશે. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિએ ખોટી રીતે લાભ લીધો હશે તો રકમ પરત લેવાશે. આ તરફ સુરેન્દ્રનગરમાં રસીકરણ મુદ્દે વિવાદ સર્જાયો હતો. સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ખાખરાળી ગામે સગર્ભા અને બાળકો ખુલ્લા મેદાનમાં રસી અપાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 10 116 છે પરંતુ રૂ. 50 હજારની સહાય આપવાની વાત થઈ અને રાજ્ય સરકારે રૂ. 585 કરોડની વધારાની માંગણી કરી છે અને તેની ચૂકવણી કરી એનો મતલબ એ થાય છે કે સરકારે 10,116 લોકોના મૃત્યુ સામે 1,17, 000 વારસદારોને આ રકમ ચૂકવી છે.
જેમાં કોરોના કાળમાં ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે 1,07, 000 લોકાના મૃત્યુ છુપાવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો છે. તેમજ તેમણે રૂ. 50 હજારને બદલે રૂ. 4 લાખની સહાય આપવા માંગણી કરી છે.
આ પણ વાંચો : નવસારી : પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી
આ પણ વાંચો : સુરતમાં વીમો પકવવા માટે પરણીતાની કરાઈ હત્યા, કાવતરાખોર સસરા અને નણંદની ધરપકડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો