ગાંધીનગરના કુડાસણમાં ધોળે દહાડે ફિલ્મી સ્ટાઈલમાં 25 લાખ રુપિયાની ચોરી, જુઓ CCTV

ગાંધીનગરના કુડાસણમાં ધોળે દહાડે ફિલ્મી સ્ટાઈલમાં 25 લાખ રુપિયાની ચોરી, જુઓ CCTV

| Edited By: | Updated on: Jun 10, 2025 | 2:14 PM

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના ફિલ્મી સ્ટાઈલ જેવી હતી, જેમાં ત્રણ શખ્સોએ એક કારના કાચ તોડી તેમાં રાખેલા રૂ. 25 લાખ રોકડાની ચોરીને અંજામ આપ્યો હતો અને ઘટના સ્થળેથી બાઇક પર ફરાર થઈ ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કિસ્સો કુડાસણ જવાના માર્ગ પર કોર્પોરેશનના પાર્કિંગમાં બનેલો છે. બપોરે આશરે 4 વાગ્યાના સુમારે એક વેપારીના ડ્રાઈવરે પોતાની કાર પાર્ક કરી હતી. તે સમયે ત્રણ શખ્સો બાઈક પર આવી પહોંચ્યા. એક શખ્સે કાર ડ્રાઈવર પાસે એડ્રેસ પૂછવાનું નાટક કર્યું, અને જયારે ડ્રાઈવર ધ્યાન હટાવ્યું ત્યારે બીજા શખ્સે ગાડીનો કાચ તોડી રોકડ રકમ ચોરી લીધી.

આ ઘટના દરમિયાન ત્રીજા શખ્સે બાઈક સાથે તૈયાર રહીને બંનેને તરત ફરાર થવામાં મદદ કરી. સમગ્ર ઘટનામાં ફક્ત કેટલીક જ સેકંડનો સમય લાગ્યો હતો, જેને કારણે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ કંઈ કરી શકી નહોતી.

વેપારીની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે અને પોલીસ તપાસના ચક્રો ઝડપથી ગતિ પકડ્યા છે. ચોરીના તમામ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું અનુમાન છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી જવાની તૈયારી દર્શાવી છે. પોલીસે અકસ્માત પછીના વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરી છે અને શહેરના તમામ મોટાભાગના ચોરાસ્તાઓ પર બાઇક સવાર શંકાસ્પદ તત્વોની ચકાસણી કરી રહી છે.

Published on: Jun 10, 2025 02:14 PM