વલસાડ સમાચાર : લગ્ન મંડપમાંથી લાખોના દાગીનાની બેગ લઈ ચોર ફરાર, જુઓ CCTV વીડિયો

વલસાડ સમાચાર : લગ્ન મંડપમાંથી લાખોના દાગીનાની બેગ લઈ ચોર ફરાર, જુઓ CCTV વીડિયો

| Updated on: Dec 12, 2023 | 2:21 PM

વલસાડના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે લગ્ન પ્રસંગમાં કન્યાને ચઢાવવાના લાખોના દાગીના ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. લગ્ન મંડપ માંથી 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ લગ્ન મંડપ માંથી લઈને ગઠિયો ફરાર થયો હોવાની ઘટના બની છે.

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ એક ચોરીની ઘટના વલસાડમાં સામે આવી છે. વલસાડના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે લગ્ન પ્રસંગમાં કન્યાને ચઢાવવાના લાખોના દાગીના ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

લગ્ન મંડપ માંથી 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ લગ્ન મંડપ માંથી લઈને ગઠિયો ફરાર થયો હોવાની ઘટના બની છે.પરિવારજનો લગ્નની વિધિમાં વ્યસ્ત હતા તે સમય દરમિયાન યુવક દાગીના ભરેલી બેગ લઈને ફરાર થયો હોવાનું સામે આવ્યુ છે.

તો કન્યાને મંગલ સૂત્ર પહેરાવા બેગ શોધતા બેગ મળી નહી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. તો ઘર આગળ લગાવેલા CCTV ચેક કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published on: Dec 12, 2023 02:21 PM
g clip-path="url(#clip0_868_265)">