CCTV : રેસ્ટોરન્ટમાં મફતનું જમવા 3 યુવકોએ કરી અવળચંડાઇ, પોતાના જ વાળ ભોજનમાં નાખ્યા, માલિક સાથે કરી જપાજપી
રાજકોટમાં ત્રણ નબીરાઓની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત કરી છે. રેસ્ટોરેન્ટમાં મફત ભોજન મેળવવાનો પ્રયાસ કરતા આ યુવકોમાંથી બે જણાએ પોતાના માથામાંથી જ હળવેથી વાળ તોડીને ભોજનમાં નાખી દીધા હતા. જેના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે.

રેસ્ટોરન્ટ માલિક સાથે કરી બબાલ
માત્ર વાળ ભોજનમાં નાખવાથી જ આ યુવકો અટક્યા ન હતા, બાદમાં તે ભોજનમાં વાળ દેખાડીને તેમણે ઝઘડો શરૂ કર્યો અને રેસ્ટોરેન્ટના માલિક સામે બબાલ કરી. સમગ્ર ઘટના રેસ્ટોરેન્ટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વાળના DNA ટેસ્ટની વાત કરી નાખી
મામલામાં ખાસ વાત એ રહી કે એક શખ્સ તો એટલો નફ્ફટ બન્યો કે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે રેસ્ટોરેન્ટને જ બેદરકાર ઠેરવી નાખી. તેણે વાળના DNA ટેસ્ટ કરવાની પણ વાત કરી નાખી. આમ, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે ઝૂઠી ફરિયાદ કરીને મફતમાં જમવાનો ખેલ ખેલવામાં આવ્યો.
CCTVએ ખોલી યુવકોના નાટકની પોલ
મહત્વનું છે કે રેસ્ટોરેન્ટો માટે સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પરંતુ અહીં યુવકો દ્વારા રેસ્ટોરેન્ટના કર્મચારીઓ કેપ ન પહેરતા હોવાનો લાભ લઈ પોતાનું નાટક રચ્યું હતું. જો કે, CCTV ફૂટેજ તપાસતા સમગ્ર સચ્ચાઈ બહાર આવી ગઈ.