અમદાવાદઃ વસ્ત્રાલમાં કારમાં આગ લાગવાની ઘટના, સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ, જુઓ વીડિયો
વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું. જેને લઈ તેણે સમયસૂચકતા વાપરીને કારને રોકી દીધી હતી. જોકે જોત જોતામાં જ કાર આગની જ્વાળાઓમાં લપેટાવા લાગી હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના કર્ણાવતી મોલની સામેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન તેને કારમાંથી ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું. જેને લઈ તેણે સમયસૂચકતા વાપરીને કારને રોકી દીધી હતી. જોકે જોત જોતામાં જ કાર આગની જ્વાળાઓમાં લપેટાવા લાગી હતી.
કારનો ચાલક સમયસર કારની બહાર નિકળી જવાને લઈ રાહત સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ શહેરના ભરચક અવરજવર ધરાવતા માર્ગ પર કાર ભડકે બળવા લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા મોટી રાહત સર્જાઈ હતી.