Vadodara : કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બિલ્ડર દર્પણ શાહ આખરે ઝડપાયો, આજે કોર્ટમાં રજૂ કરાશે

આરોપી સામે વાઘોડીયા રોડ પર સુખધામ રેસીડેન્સીમાં (Sukh Dham Residency) મકાનો વેંચ્યા બાદ દસ્તાવેજ ના કરી 3 કરોડ 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાના આક્ષેપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 9:54 AM

વડોદરામાં (Vadodara) 3 કરોડ 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર બિલ્ડર દર્પણ શાહને (Darpan Shah) પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને (Crime Branch) સફળતા મળી છે.આરોપી સામે વાઘોડીયા રોડ પર સુખધામ રેસીડેન્સીમાં (Sukh Dham Residency) મકાનો વેંચ્યા બાદ દસ્તાવેજ ના કરી 3 કરોડ 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાના આક્ષેપ છે,જે બાબતે પોલીસ ફરિયાદ થતા આરોપી લાંબા સમયથી ફરાર (Wanted)  હતો. ઠગાઈના કેસમાં બિલ્ડર દર્પણ શાહ તેની પત્ની સહિત સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

પોલીસને બાતમી મળતા આરોપીને ઝડપી લીધો

આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી, ત્યારે ફરાર બિલ્ડર દર્પણ શાહ અમદાવાદના આરટીઓ વિસ્તારની એક હોટેલમાંથી મળી આવ્યો છે.આરોપી હાઈકોર્ટમાં (Gujarat Highcourt) આગોતરા જામીન મેળવવાની તજવીજ કરતો હતો અને એક હોટેલમાં રોકાયો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ હોટેલમાં પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો.પોલીસ (vadodara Police) આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગણી કરશે.

તમને જણાવી દઈએ કે,સુખધામ રેસિડેન્સીના બિલ્ડર દર્પણ શાહ, તેની પત્ની અને સાગરીતોએ મળી 6 લોકોને ડુપ્લેક્ષ વેચ્યા હતા. જેમની પાસેથી 3 કરોડથી વધુ રકમ લીધી હતી, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નહોતા. જેથી મકાન લેનારાઓએ બિલ્ડર દર્પણ શાહ સહિતના સાગરીતો સામે પોલીસ કેસ દાખલ કરાવ્યો. આથી પોલીસે બિલ્ડર સામે આ કાર્યવાહી કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">