Ahmedabad: BRTS બસમાં લાગી આગ, આગ લાગવાનું કારણ અકબંધ

મણિનગર રેલવે સ્ટેશન પાસે આ દુર્ઘટના બની છે. BRTS સ્ટેન્ડ પાસે બસમાં લાગી હતી. બસમાં આગ લાગી હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને આગ પર કાબુ મેળવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 5:50 PM

અમદાવાદમાં ફરી એક વાર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મણિનગર રેલવે સ્ટેશન પાસે આ દુર્ઘટના બની છે. BRTS સ્ટેન્ડ પાસે બસમાં લાગી હતી. બસમાં આગ લાગી હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને આગ પર કાબુ મેળવ્યો. ત્યારે સારી વાત એ સામે આવી છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હજુ સુધી બસમાં આગ લાગવાનું કારણ પણ જાણવા મળી રહ્યું નથી.

અઠવાડિયા પહેલા કાલુપુરમાં કામધેનુ માર્કેટમાં આગ લગતા દોડધામ

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક અઠવાડિયા પહેલા કાલુપુરમાં આવેલા પાંચકૂવામાં આગ લાગવાની ઘટના બની હતી. પાંચકુવામાં આવેલા કામધેનુ માર્કેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જે પછી ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે પછી ફાયપ બ્રિગેડની 18 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાલુપુરમાં આવેલા કામધેનુ માર્કેટમાં આગ લાગતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. કોમ્પલેક્સના ભોંયરામાં ધુમાડો હોવાથી ફાયરવિભાગને મુશ્કેલી પડી હતી.

કાલુપુરમાં આવેલા કોમ્પલેક્સના ભોયરામાં લાગેલી આગમાં 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું. આગવાળી બિલ્ડિંગમાંથી ફાયર સ્ટેશન સુધી સિડી મૂકીને રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. કોમ્પલેક્સના ભોંયરામાં 30થી વધુ દુકાનો આવેલી હતી. જેમાં આગની અસર થઈ હતી. પાસે જ ફાયર સ્ટેશન હોવાથી ફાયર બ્રિગેડ હોવાથી બચાવ કામગીરી તાત્કાલિક શરુ કરવામાં આવી હતી. જે પછી લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">