Breaking News : અમદાવાદમાં ડિમોલિશન દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2025 | 11:49 AM

અમદાવાદમાં જશોદાનગરમાં આત્મવિલોપન કરનારી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યાર મહિલાનું મોત થઈ જતા પરિવાર નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ દ્વારા હજુ સુધી FIR દાખલ ન થઈ હોવાનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે.

અમદાવાદમાં જશોદાનગરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યાર મહિલાનું મોત થઈ જતા પરિવાર નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ દ્વારા હજુ સુધી FIR દાખલ ન થઈ હોવાનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે. પોલીસ અધિકારીઓને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો છે. મૃતક મહિલાના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. મળતી માહિતી અનુસાર નોટિસ આપ્યા વગર દુકાન તોડવામાં આવતી હોવાથી મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનું છે કે બે દિવસ પહેલા જશોદાનગરમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણની ઘટના સર્જાઇ છે. તંત્રની ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન પથ્થરમારો સર્જાતા અફરાતફરી મચી ગઇ હતી. અમદાવાદ કોર્પોરેશનના દબાણ વિભાગની ટીમો દુકાન તોડવા પહોંચી હતી. જ્યાં કામગીરીને લઇને અગાઉથી જ લોકોમાં રોષ ફેલાયો હતો. જેવી મનપાએ કામગીરી શરૂ કરી કે પથ્થરમારાની શરૂઆત થઇ અને ઘર્ષણ થયુ હતું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો