Breaking News : સુરત શહેર માટે 26 કલાક અતિભારે, આર્મીની 2 ટીમ સહિત ફાયર વિભાગની 16 ટીમો તૈનાત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 31, 2026 | 11:29 AM

સુરતઃ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેર માટે 26 કલાક અતિભારે રહેવાના છે. તમામ તાલુકાઓ માં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેર માટે આવનારા 26 કલાક અતિભારે રહેશે. સુરત પાલિકા કમિશનર અસરગ્રસ્ત થવાની શક્યતા વાળા વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.શહેરમાં બપોર બાદ ભારે વરસાદની શક્યતાઓ છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પસાર થતી ખાડીઓનું લેવલ ચોક્કસ વધશે તેવું પાલિકા કમિશનરનું કહેવું છે. ખાડી આજુબાજુના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મીઠી ખાડી,સીમાડા ખાડી અને ભેદવાડ ખાડી ના લેવલ બપોર બાદ વધશે.

ફાયર વિભાગની 16 ટીમો તેનાત

સુરત અને સુરત જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારેભારે વરસાદને લઈ બે ટીમ આર્મીની બોલાવવામાં આવી છે. સુરતમાં 2 SDRF,1 NDRF ની ટીમો તેનાત છે.સુરત ફાયર વિભાગની 16 ટીમો બોટ અને રેસ્ક્યુ સામાન સાથે તમામ ઝોનમાં એલર્ટ રહેશે.સુરત શહેર અને જિલ્લાની અંદર બપોર બાદ પરિસ્થિતિ ગભીર થાય તેવી સંભાવના છે.

 

 

Breaking News : 2 કલાકમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ, રાજ્યના 82 તાલુકામાં વરસાદ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.