AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 15 ઈંચ વરસાદથી સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ,લોકો ત્રાહિમામ, જુઓ Video

Breaking News : 15 ઈંચ વરસાદથી સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ,લોકો ત્રાહિમામ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2026 | 9:11 AM
Share

પાટણમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદથી સાંતલપુરનું વધુ એક ગામ સંપર્કવિહોણુ થયું છે. ગઠા ગામનો સંપર્ક તૂટતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા ગામનો મુખ્યમાર્ગ બંધ થયો છે.

પાટણના સાંતલપુરમાં છેલ્લાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. 15 ઈંચ વરસાદથી સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.અનેક ગામમાં વરસાદી પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.બાબરા ગામનો કાચો ડેમ તૂટતાં અનેક ગામના ખેતરોમાં જળભરાવ થયો છે.બરારા અને દાત્રાણા ગામ વચ્ચે સંપર્ક તૂટતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આંતરનેશ અને ગરામડી ગામમાં વરસાદી પાણી ભરાયા છે.

ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં પણ વરસાદી માહોલ રહેશે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી તેમજ વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે.

જામનગર, દ્વારકા, પોરબંદર અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજે પાટણ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર પરિપત્ર કર્યો છે.સોમવારથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થશે.

 

અમદાવાદમાં વરસાદ બાદ પાણીના નિકાલમાં AMC નિષ્ફળ ? 24 કલાક બાદ પણ 96 રસ્તા અને 79 સોસાયટીમાં પાણી યથાવત અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">