Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2026 | 11:58 AM

વલસાડ ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચાર હજાર છસ્સો કિલો હિંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હિંગના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

જો તમે પણ તમારા મસાલામાં હિંગનો ઉપયોગ કરી રહ્યા છો. તો આ સમાચાર ખાસ વાંચજો. કારણ કે,એક બાજુ એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે વલસાડની ઉમરગામ GIDCની એવરગ્રીન ફૂડ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી હતી. કંપનીમાં એવરેસ્ટ મસાલા કંપનીની હિંગનું જોબ વર્ક થતું હોવાનું ધ્યાને આવ્યું હતુ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હિંગના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.

કંપનીમાંથી રૂ. 26.81 લાખની કિંમતનો 4,668 કિલો હિંગનો જથ્થો સીઝ કર્યો છે.હિંગના સેમ્પલ પૃથ્થકરણ માટે રાજકોટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.આગામી કાર્યવાહી માટે લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે,FSSAIએ એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો છે. FSSAI એ એવરેસ્ટ અને Laljee Godhooમાંથી મળેલા કમ્પાઉન્ડેડ એસાફોટીડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નમૂનાઓ સ્થાપિત ધોરણોને પૂર્ણ કરતા નથી. Laljee Godhooમાંથી મળેલા 6 એસાફોટીડાના નમૂનાઓમાં પણ વધુ પડતો સ્ટાર્ચ જોવા મળ્યો હતો.

 

તહેવારો ટાણે ખાંડની અછતની ભીતિ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાંડ વિતરણની મુદ્દત લંબાવાઈ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.