Breaking News : માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી 260 મતદાન મથકો પર યોજાશે, જુઓ તૈયારીનો Video
વડોદરામાં આવતીકાલે 30 જુલાઈના રોજ માંજલપુર વિધાનસભાની ચૂંટણી યોજાશે.મતદાન પૂર્વે આજે EVM ડિસ્પેચ કરાયા છે.260 મતદાન મથકો પર મતદાન યોજાશે.વરસાદની આગાહી હોવાથી ડીવોટરિંગ પંપ મુકાશે.
વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે.મતદાન પૂર્વે આજે EVM ડિસ્પેચ કરાયા છે. EVM અને અન્ય મતદાન સામગ્રી કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. 260 મતદાન મથકો પર મતદાન યોજાશે.વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલછે. તો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભીખાભાઈ મુળજીભાઈ રબારી છે.
ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત
છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પણ મતદાનમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા થશે. તો મતદાન મથક પર ડી વોટરિંગ પંપ પણ મૂકવામાં આવશે.વધારે જરૂર પડે તો મતદાન મથક પણ બદલી કરવા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરના તમામ મતદાન મથકો નું વેબ કાસ્ટીંગ પણ કરવામાં આવશે.
ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરવામાં આવી જે સેન્ટ્રલાઇઝ કરવામાં આવી. કોઈ પણ ઇમરજન્સી માટે તુરંત કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 2 હજારથી વધુ કર્મીઓ ચૂંટણી કામગીરી માટે જોડાયા છે.
વોટર પ્રુફ મંડપ પણ તૈયાર
45 માંજલપુર વિધાનસભાની 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદમાં કેટલીક માહિતી આપી હતી.તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ હશે.વરસાદ પડે તેવા સંજોગોમાં વોટર પ્રુફ મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે.તમામ મતદાન મથકો પર દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પની વ્યવસ્થા,તમામ મતદાન મથકનું જિલ્લા કલેકટર કચેરીમાં લાઈવ મોનીટરિંગ થશે.મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ ઝોનલની ટીમો આજે સુપરવિઝન કરશે.માંજલપુર વિધાનસભામાં કુલ 2,19,494 મતદારો છે. તમામ મતદારો મતદાન કરી શકે તે માટે જાહેર રજા નો પરિપત્ર પણ કરવામાં આવ્યા છે.
Breaking News: ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણોવાળા વધુ એક બાળકનું મોત, રાજ્યમાં ચિંતા વધી અહી ક્લિક કરો