AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો, કરિયાવરને લઈને વર કન્યા પક્ષના લોકોએ કર્યો હંગામો

Junagadh: જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ભારે હોબાળો થયો હતો. વર કન્યાપક્ષના લોકોએ કરિયાવરને લઈને હોબાળો કર્યો હતો. 22 હજાર ભરવા છતા કરિયાવર ન આપતા રોષ જોવા મળ્યો હતો. વર કન્યા માટે કોઈ સુવિધા ન હોવાની પણ આક્ષેપ વર કન્યા બંને પક્ષના લોકોએ કર્યો હતો. શિવશક્તિ માનવ યુવા ગૃપ દ્વારા આ સમૂહ લગ્નનોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Breaking News: જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો, કરિયાવરને લઈને વર કન્યા પક્ષના લોકોએ કર્યો હંગામો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 4:05 PM
Share

જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હોબાળો થયો. વર કન્યાપક્ષના લોકોએ કરિયાવરને લઈને હોબાળો કર્યો. તેમનો આક્ષેપ છે કે 22 હજાર રૂપિયા ભરવા છતા કરિયાવર ન આપતા રોષ જોવા મળ્યો હતો. વર કન્યા માટે કોઈ પ્રકારની સુવિધા પણ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કરિયાવર નહીં મળે ત્યાં સુધી અહીંથી હલશું પણ નહીં- નવવધુ કન્યા

વર કન્યા બંને પક્ષનો આરોપ છે કે તેમને પૈસા ભરવા છતા હજુ સુધી કરિયાવર મળ્યો નથી. તેમણે 22 હજાર રૂપિયા ભર્યા છે પરંતુ સમૂહ લગ્નના આયોજક તેમને બસ તારીખ પર તારીખ આપ્યા કરે છે. પહેલા તેમને 15 તારીખે કરિયાવર આપવાની વાત કરી હતી પરંતુ આજ સુધી તેમને કરિયાવર અપાયો નથી. જ્યારે બીજી તરફ વર કન્યા પક્ષના લોકો પણ કરિયાવર લઈને જ જવાની જીદ પર અડેલા છે. તેમનુ કહેવુ છે કે જ્યાં સુધી તેમને કરિયાવર નહીં આપે ત્યાં સુધી તેઓ ત્યાંથી હલશે. તેઓ કરિયાવર લીધા વિના તો જશે જ નહી.

15 તારીખે કરિયાવર આપવાની વાત હતી આજ સુધી આપ્યો નથી- વરરાજા

આ તરફ આયોજક પક્ષ તરફથી તેમને લગ્ન બાદ આવતીકાલે કરિયાવર ભરી જવાનુ કહેવામાં આવી રહ્યુ છે પરંતુ તેની સાથે વર કન્યાપક્ષના લોકો સહમત નથી. તેમને આયોજકો પર વિશ્વાર પણ નથી કે તેઓે તેમને કરિયાવર આપશે. બંને પક્ષોનો આરોપ છે કે આયોજક પક્ષ તેમને કેટલાય દિવસોથી તારીખો જ આપી રહ્યો છે આથી આજે તો તેઓ કરિયાવર લઈને જ રહેશે.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો, આયોજકો કરિયાવર લઈને ફરાર થઇ ગયા હોવાના જાનૈયા પક્ષનો આરોપ

આયોજકોએ બીજા દિવસે કરિયાવર ભરી જવાની વાત કરી- વરરાજા

વરકન્યા પક્ષે આયોજક અશોકભાઈને પણ સ્થળ પર બોલાવવાની માગ કરી. તેમનુ કહેવુ છે કે તેમને અહીં બોલાવો અને અમને કરિયાવર અપાવો તો જ અમે અહીંથી હટશુ. ત્યારે કરિયાવરને લઈને લગ્નનો પ્રસંગ વધુ ઉગ્ર બન્યો છે. બીજી તરફ સમૂહલગ્નના આયોજકો સામે પણ વરકન્યા પક્ષના લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી. વર કન્યાને પણ કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી ન હતી. તેમનુ કહેવુ છે કે જો તેમને આવી બધી અગાઉથી જાણ હોત તો તેઓ સમૂહ લગ્ન માટે તૈયાર જ ન થાત

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ

જુનાગઢ સહિત ગુજરાત ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">