Gujarati Video: અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો, આયોજકો કરિયાવર લઈને ફરાર થઇ ગયા હોવાના જાનૈયા પક્ષનો આરોપ

Gujarati Video: અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો, આયોજકો કરિયાવર લઈને ફરાર થઇ ગયા હોવાના જાનૈયા પક્ષનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:08 PM

Ahmedabad: અમદાવાદના હાથીજણમાં સમૂહ લગ્નમાં હોબાળો મચી ગયો. વરરાજા પક્ષના લોકોએ કરિયાવરની રકમ ન મળતા હંગામો કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે આયોજકો કરિયાવરની રક લઈને ફરાર થઈ ગયા.

અમદાવાદના હાથીજણમાં આયોજિત સમૂહ લગ્નમાં કરિયાવરને લઇને ધમાલ મચી ગઇ. હાથીજણના સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લગ્નમાં કરિયાવરની રકમ ન મળતા વરઘોડિયાએ ભારે હોબાળો મચાવ્યો. આયોજકોએ કંકોત્રીમાં દર્શાવ્યા મુજબનો કરિયાવર ન આપતા વરઘોડિયા તેમજ તેમના સગાં-સંબંધીઓ વિફર્યા અને હોબાળો મચાવ્યો.

આ પણ વાંચો: Breaking News: અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા, નશા માટે વપરાતી દવાઓનો જથ્થો સીઝ કરાયો

આયોજકો કરિયાવર લઈને ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ

આયોજકો કરિયાવર લઇને ફરાર થઇ ગયા હોવાનો વરપક્ષના લોકોએ આક્ષેપ કર્યો. સમૂહ લગ્નમાં દીકરીઓને ચાંદીના મંગલસુત્ર સહિત કુલ 28 ચીજવસ્તુઓ કરિયાવર પેટે આપવાનો કંકોત્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ લગ્નમાં કરિયાવર જ ન આપવામાં આવતા વરવધુ તેમજ મહેમાનો રોષે ભરાયા. જે બાદ ઉપસ્થિત આગેવાનોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">