Breaking News : સુરતમાં આ વિસ્તારના રહીશોને હજુ પણ નથી મળ્યા વિકાસના ફળ, ચૂંટણી બહિષ્કારની કરાઈ જાહેરાત

| Edited By: | Updated on: Apr 13, 2026 | 1:50 PM

સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થતા ઉતરાણ વિસ્તારના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. આ વિસ્તારના રહીશોનુ કહેવું છે કે, અવાર નવાર ચૂંટાયેલી પાંખ, મનપાના પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય, સંસદસભ્ય અને મનપાના અધિકારીઓ સમક્ષ  રસ્તો બનાવવાની વાત અને રજૂઆતો કરવામા આવી હતી. આમ છતા કોઈ એ પણ રસ્તો બનાવવા માટે કોઈએ તસ્દી લીધી નથી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ કેટલાક શહેર, નગર, ગામ, ફળીયા, મહોલ્લામાં ચૂંટણીના બહિષ્કારની જાહેરાતો કરવામાં આવતી હોય છે. આ વખતે પણ અનેક શહેર-નગર અને ગામોમાં ચૂંટણીના બહિષ્કારની વાતો કરવામાં આવી છે. મતદારો પાસે રાજકારણીઓને સીધાદોર કરવા માટેનું આ એક જ હથિયાર હોવાનું ચૂંટણી બહિષ્કાર કરનારાઓનું કહેવું છે.

સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થતા ઉતરાણ વિસ્તારના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. આ વિસ્તારના રહીશોનુ કહેવું છે કે, અવાર નવાર ચૂંટાયેલી પાંખ, મનપાના પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય, સંસદસભ્ય અને મનપાના અધિકારીઓ સમક્ષ  રસ્તો બનાવવાની વાત અને રજૂઆતો કરવામા આવી હતી. આમ છતા કોઈ એ પણ રસ્તો બનાવવા માટે કોઈએ તસ્દી લીધી નથી. હવે આ રજૂઆત ધ્યાને ના લેનારા રાજકારણીઓને સીધાદોર કરવા માટે મતદાનના બહિષ્કાર કરવાનું સ્થાનિક રહીશોએ નક્કી કર્યું છે.

ઉતરાણ વિસ્તારની ગોકુલ નગર સોસાયટીના રહીશે કહ્યું કે, વોર્ડમાં ભલે અમારી સંખ્યા ઓછી હોય પરંતુ ચૂંટણીના ઈતિહાસમાં ગણતરીના મતથી હાર અને જીત થતી હોય છે. અમારા બહિષ્કારને કારણે સંભવ છે કે, સત્તાસ્થાને બેઠેલાની હાર પણ થાય અને બીજા ચૂંટણી જીતનારા રાજકારણીઓ પ્રજાની વાત પણ ગંભીરતાથી ધ્યાને લે.

Breaking News : ભાજપની મજબૂરી કે બીજુ કાંઈ ! વર્ષો જૂના કાર્યકર હાથ ઘસતા રહી ગયાને, માત્ર 24 કલાક જૂના કાર્યકર ફાવી ગયા, જુઓ વીડિયો

Follow Us