Breaking News: આતંકી અહેમદ સૈયદના CCTV આવ્યા સામે, લાલ દરવાજા પાસે બેગમાં રહેલા હથિયાર ગાડીમાં મુકતો જોવા મળ્યો, જુઓ Video
ગુજરાતમાંથી ઝડપાયેલા 3 આતંકીના મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થયા છે. ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીમાંથી એક આતંકી બેગમાં રહેલા હથિયાર ગાડીમાં મૂકતો આતંકી CCTVમાં કેદ થયો છે.
ગુજરાતમાંથી ઝડપાયેલા 3 આતંકીના મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થયા છે. ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીમાંથી એક આતંકી બેગમાં રહેલા હથિયાર ગાડીમાં મૂકતો આતંકી CCTVમાં કેદ થયો છે. હથિયાર લઈ જતા આતંકી ડો.અહેમદ સૈયદના CCTV સામે આવ્યા છે. અમદાવાદના લાલદરવાજા પાસે આતંકી હોટલમાંથી ગાડીમાં બેસતો નજરે પડ્યો હતો.
ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી એક ડૉ. સૈયદ અહેમદ હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડૉ. સૈયદ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. તેને આધારે મોટું ષડયંત્ર રચી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
ડૉ. અહેમદ સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે. ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના UPના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવી. ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. તે હથિયાર ડૉ. અહેમદ સૈયદે કલેક્ટ કર્યા હતા. જો કે, તે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતું.
