Breaking News : સુરતના પાંડેસરામાંથી 8 નકલી ડોક્ટરો ઝડપાયા, સગીરના મૃત્યું બાદ ભાંડો ફુટ્યો, જુઓ Video
સુરત શહેરના પાંડેસરામાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 8 બોગસ ડૉક્ટર ઝડપાયા છે.14 વર્ષીય સગીરનું મોત આ નકલી ડોક્ટરોનો ભાંડો ફુટ્યો હતો.
સુરત શહેરના પાંડેસરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 8 બોગસ ડોક્ટરો ઝડપાયા છે.SOG અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે ડમી પેશન્ટ મોકલી કૌભાંડની ખરાઈ કરી હતી. કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું હતુ.કમ્પાઉન્ડર અને સહાયક તરીકેના અનુભવના આધારે સારવાર કરતા હતા.
8 નકલી ડોક્ટરો ઝડપાયા
દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત રૂ.98,825નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાર્થ દેવનાથ સહિત 8 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. પાર્થ દેવનાથની બેદરકારીભરી સારવારથી 14 વર્ષીય સગીરનું મોત થયાનો ખુલાસો થયો છે. તમામ આરોપીઓ સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓ ફક્ત 12મું ધોરણ પાસ કરે છે, કેટલાક પાસે બી.એસસી ડિગ્રી છે, અને અન્ય લોકો અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર સહાયક તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેઓએ ડોક્ટર તરીકે ઓળખાણ આપવાનું શરૂ કર્યું હતુ. માન્ય ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા. ગેરકાયદેસર સાથે સારવાર કરવી તે લોકોના જીવન સાથે એક મોટા ચેડા છે. આ એક મોટો ગુનો પણ છે.