Breaking News: BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો, છતા સ્વીકારાયુ ફોર્મ-Video

| Edited By: | Updated on: Apr 17, 2026 | 12:51 PM

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 29 ના ભાજપના ઉમેદવારની શૈક્ષણિક વિગતોમાં એક હાસ્યાસ્પદ અને ગંભીર છબરડો સામે આવ્યો છે. ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, તેમણે BAની પદવી વર્ષ 1997 માં મેળવી છે

સુરત મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 29ના ભાજપ ઉમેદવારની એફિડેવિટમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાતને લઈને વિવાદ ઊભો થયો છે. ઉમેદવારે રજૂ કરેલી માહિતી મુજબ, તેમણે MAની ડિગ્રી વર્ષ 1996માં પૂર્ણ કરી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે BAની ડિગ્રી 1997માં મેળવી હોવાનું લખ્યું છે. સામાન્ય રીતે MA માટે BA જરૂરી હોય છે, ત્યારે આ છબરડામાં BA પહેલા MA કર્યાની એફિડેવિડમાં નોંધાયું છે.

ઉમેદવારની શૈક્ષણિક વિગતોમાં છબરડો !

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 29 ના ભાજપના ઉમેદવારની શૈક્ષણિક વિગતોમાં એક હાસ્યાસ્પદ અને ગંભીર છબરડો સામે આવ્યો છે. ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, તેમણે BAની પદવી વર્ષ 1997 માં મેળવી છે, જ્યારે તેની ઉપરની ગણાતી MAની ડિગ્રી વર્ષ 1996માં જ પૂર્ણ કરી લીધી હોવાનું દર્શાવામાં આવ્યું છે. આ છબરડા પછી પણ ચૂંટણી પંચે ફોર્મ મંજૂર કરી લીધુ હતુ.

BA પહેલા MA કરી દીધુ

ચૂંટણી ફોર્મની ચકાસણી દરમિયાન જ આ વિસંગતતા સામે આવી હતી, તેમ છતા ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી ફોર્મ મંજૂર કરાતા ભારે ચર્ચા જાગી છે. વિરોધ પક્ષ અને સ્થાનિક લોકો દ્વારા આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે પ્રાથમિક તપાસમાં આવી ભૂલ સામે આવ્યા પછી પણ ફોર્મ કેમ સ્વીકારવામાં આવ્યું તેને લઈને લોકો સવાલ ઉભા કરી રહ્યા છે.

ગંભીર ભૂલ છતા ચૂંટણી પંચે સ્વિકાર્યું ફોર્મ

આ ઘટનાને કારણે વોર્ડ નંબર 29માં રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારની પ્રામાણિકતા અને શૈક્ષણિક લાયકાત અંગે ચર્ચાઓ તેજ બની રહી છે. કેટલાક લોકોએ આને ગંભીર બાબત ગણાવી ચૂંટણી પંચે વધુ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.ચૂંટણી નજીક આવતાં આ વિવાદ ચૂંટણીના પરિણામ પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.

Breaking News: ગુરુગ્રામથી બોલિવુડ સુધી..સોનાના નકલી સિક્કાથી છેતરતો હતો આ ગુજરાતી, એક્ટ્રેસ સાથે કર્યા લગ્ન, કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us