Breaking News: સુરત એરપોર્ટ પર AI એક્સપ્રેસની ફ્લાઇટના મુસાફરને થયો કડવો અનુભવ, ફ્લાઇટમાં પ્રવેશ ન આપતા મુસાફરનો હોબાળો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2026 | 1:19 PM

સુરત એરપોર્ટ પર બેંગ્લુરુ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના મુસાફરને અટકાવતાં ભારે હોબાળો થયો હતો. મુસાફરનો આક્ષેપ છે કે ફ્લાઇટના પ્રસ્થાનમાં હજુ સમય બાકી હોવા છતાં તેને ફ્લાઇટમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. મુસાફરે વીડિયો બનાવીને એરપોર્ટ તંત્ર પર આક્ષેપ કર્યા છે.

સ્ટાફ અને CISF જવાનને કરી આજીજી

મુસાફરે એરલાઇન સ્ટાફ તેમજ CISF જવાનને ફ્લાઇટમાં પ્રવેશ આપવા માટે આજીજી કરી હોવા છતાં તેને પ્રવેશ ન અપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે હોબાળો મચ્યો હતો.

અસભ્ય વર્તનનો આક્ષેપ, વીડિયો વાયરલ

મુસાફરે એરલાઇન સ્ટાફ પર અસભ્ય અને ઉદ્ધત વર્તન કરવાનો પણ આક્ષેપ કર્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મુસાફર સ્ટાફ સામે કાર્યવાહીની માગ કરતો જોવા મળે છે. જોકે, સમગ્ર મામલે એરલાઇન તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે કેમ તે અંગે માહિતી ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો- Breaking News : જાહેર માર્ગ પર બેફામ સ્ટંટ, મહુવા પોલીસે ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરી, જુઓ Video

Published on: Sep 24, 2026 01:02 PM
Follow Us
Loading...
Unable to load recommendations.