Breaking News : સુરતમાં AAPના હવાલા કૌભાંડના આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 22, 2026 | 12:05 PM

સુરતમાં AAPના હવાલા કૌભાંડ મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. મુખ્ય કડી ગણાતા આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.દિલ્લીથી પનીરના વેપારના નામે હવાલા નેટવર્ક ચાલતું હતું.

થોડા સમયા પહેલા સુરતમાં AAPનું હવાલા કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ત્યારથી અનેક ખુલાસા થઈ રહ્યા છે.સુરતમાં AAPનું હવાલા કૌભાંડનો મામલે આકાશ મિશ્રા દિલ્હી ભાગી છૂટ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયા હોવાનું સામે આવ્યું છે. આકાશ મિશ્રા AAPના પોલિટિકલ ફંડિંગ સાથે જોડાયેલા છે. હવાલા રેકેટમાં પોલીસે સકંજો કસ્યો છે.હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા દિલ્હીથી સુરત કરોડો રૂપિયા મોકલાયા હોવાની આશંકા છે. મુખ્ય કડી ગણાતા આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સુરતમાં AAPના હવાલા કૌભાંડ મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે આમ આદમીના ફંડિગ મામલે મોટો ખુલાસો થયો છે.ફંડિંગ સિન્ડિકેટમાં 8થી 10 લોકો સામેલ હોવાની વિગત સામે આવી છે. સુરત, દિલ્હી, અમદાવાદના કેટલાંક લોકો સિન્ડિકેટમાં સામેલ હોય શકે છે.સુરત આવકવેરા વિભાગે સુરત ક્રાઈમ પાસેથી ડેટા મેળવ્યા છે.

દિલ્લીથી પનીરના વેપારના નામે હવાલા નેટવર્ક ચાલતું હતું. દિલ્હીથી હિંમાશું પાહુજા નામનો વ્યક્તિ નિયમિત પૈસા મોકલતો હતો. હિંમાશું પનીરની ફેક્ટરી હોવાનું કહી પૈસા મોકલતો હતો. પોલીસે સમગ્ર મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. હવાલા કાંડમાં છેલ્લી ડિલિવરી 10 એપ્રિલે થઈ હતી,દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ 3-4 મહિનાથી નિયમિત નાણાં મોકલતો હતો.

અત્યાર સુધીમાં આંગડિયા પેઢીના મારફતે છેલ્લા ચાર થી પાંચ મહિનામાં આશરે એક થી સવા કરોડ કરોડથી વધુની રકમનું ટ્રાન્જેક્શન કરી ચૂક્યા છે.હાલ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરી રહી છે.

 

 

Breaking News : પનીરના વેપારના નામે ચાલતું હતું આમ આદમી પાર્ટીનું હવાલા કૌંભાડ, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us