Breaking News : શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને લીધો અડફેટે, એક યુવકનું મોત, જુઓ Video

Breaking News : શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને લીધો અડફેટે, એક યુવકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Jul 30, 2025 | 1:32 PM

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. તેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. શાહીબાગમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.

અકસ્માતમાં એક યુવકનું મોત

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પૂર પાટ ઝડપે આવતી કારે પહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારબાદ એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવતા તે રિક્ષા ચાલકને અથડાતા યુવકનું મોત નિપજ્યું છે. જો કે આ સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકને પણ ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે શાહીબાગમાં અકસ્માત સર્જનાર આદિત્યસિંહ રાઠોડ માત્ર 18 વર્ષનો છે. કાર ભયંકર સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવક 43 વર્ષીય યુવક સેલ્સમેનની નોકરી કરતો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો