Breaking News : રાજકોટમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે ઠગાઈની ફરિયાદ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 19, 2026 | 12:36 PM

રાજકોટના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. 1.25 કરોડની છેતરપિંડી મામલે 2 સાધુ સામે રાજકોટ EOWમાં ફરિયાદ દાખલ થઈ છે.જમીનનું સાટાખત કરાવી રૂપિયા ઓળવી લીધાનો ફરિયાદમાં આક્ષેપ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  આ વિવાદ જમીન પચાવી પાડવા મામલે છે. સારું વળતર આપવાની લાલચમાં સાધુઓએ મોટી ઠગાઈ આચરી હતી. જે હવે ચર્ચામાં આવી છે. હાલ આ મુદો રાજકોટમાં ખુબ જ ગરમાયો છે.

રાજકોટમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે ઠગાઈની ફરિયાદ સામે આવી છે.1.25 કરોડની છેતરપિંડી મામલે 2 સાધુ સામે રાજકોટ EOWમાં ફરિયાદ નોંધાય છે. માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી, દર્શનપ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.નિવૃત્ત સરકારી કર્મચારીને મંદિર માટે જમીન રોકાણની લાલચ આપી હતી.ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાની વાત કરી વિશ્વાસ જીત્યો હતો. રોકાણના બદલામાં સારું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી. જમીનનું સાટાખત કરાવી રૂપિયા ઓળવી લીધાનો ફરિયાદમાં આક્ષેપ છે. આજદિન સુધી જમીન કે રૂપિયા પરત ન આપ્યાનો ફરિયાદીનો આક્ષેપ છે.

સમગ્ર મામલો શું છે?

નિવૃત સરકારી કર્મચારીને ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવું છે તેવું કહીને આચરી છેતરપિંડી કરી હતી.ફરિયાદીને મંદિર માટે જમીનનું રોકાણ કરવા અને રોકાણના બદલામાં સારૂ વળતર આપવાની લાલચ આપી હતી. ફરિયાદી પાસે સ્વામી અને તેના મળતિયાઓએ જમીનનું સાટાખત કરાવીને રૂપિયા ઓળવી લીધાં હતા.જો તે આજ દિવસ સુધી નથી જમીન આપી કે નથી રૂપિયા પરત આપ્યા. સમગ્ર મામલે રાજકોટ ઇઓડબલ્યુમાં ફરિયાદ નોંધાઇ છે. હવે જોવાનું રહેશે કે, આ સમગ્ર મામલે પોલીસ ક્યારે ઉકેલ લાવે.

 

Breaking News : રાજકોટનો અટલ સરોવર રોડ રિલબાજોનો અડ્ડો બન્યો, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.