Breaking news: રાજકોટમાં હાઈ રિટર્નના નામે મોટી ઠગાઈ, દુબઈ રોકાણના બહાને કરોડો રૂપિયાની ચીટિંગ, બે આરોપી ઝડપાયા, Watch Video
રાજકોટમાં હાઈ રિટર્નના નામે લોકો સાથે ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસએ મોટું એક્શન લીધું છે. રાજકોટ ઈકોનોમિક સેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.
રાજકોટમાં હાઈ રિટર્નના નામે લોકો સાથે ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસે મોટું એક્શન લીધું છે. રાજકોટ ઈકોનોમિક સેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.
ફરિયાદી વિરેન્દ્રસિંહ પરમારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સાગર ખૂંટ નામના વ્યક્તિએ દુબઈમાં પોતાની કંપની હોવાનું કહી મહિને 4 થી 5 ટકાના ઊંચા વળતરની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ તબક્કાવાર લગભગ 56 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, તેમના ઓળખીતાઓ પાસેથી પણ આશરે 1.74 કરોડ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું.
ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી
શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ જીતવા માટે લગભગ 26.77 લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ ત્યારબાદ 1.48 કરોડ રૂપિયા પરત ન આપતા આખી ઠગાઈ બહાર આવી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ લગભગ 15 લોકો સાથે છેતરપિંડી કરી છે અને કુલ ઠગાઈનો આંક 5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલ પોલીસે બે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે, જ્યારે મુખ્ય આરોપી સાગર ખૂંટ અને તેની માતાની શોધખોળ ચાલુ છે.
પોલીસે લોકોને ચેતવણી આપી છે કે વધુ વ્યાજના લાલચમાં આવીને કોઈપણ અજાણી સ્કીમમાં રોકાણ કરતા પહેલા સાવચેત રહેવું જોઈએ.