Breaking News : રાજકોટમાં ઈન્ડિગોની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, પ્રાથમિક તારણમાં આ કારણ સામે આવ્યું , જુઓ Video
રાજકોટ-દુબઇ થી મુંબઈ જતી ફલાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતુ. કાર્ગો સાઇડ સ્મોક જોવા મળતા લેન્ડીંગ કરાયું હતુ. હવે આ ઘટના મામલે ફલાઇટમાં ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
દુબઇથી મુંબઈ જતી ફલાઇટનું 27 જુલાઈના રોજ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતુ. કાર્ગો સાઇડ સ્મોક જોવા મળતા લેન્ડીંગ હાથ કરાયું હતુ. તકેદારીના ભાગરૂપે રાજકોટ ફાયરબ્રિગેડ એરપોર્ટ તૈનાત કરવામાં આવ્યું હતુ. બે ફાયરફાયટર,બે એમ્બ્યુલન્સ અને 108 તથા પોલીસનો સ્ટાફ એરપોર્ટ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો હતો.
હવે આ સમગ્ર મામલે ફલાઇટમાં ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.જરૂર પડ્યે DGCA દ્વારા કોકપિટ વોઇસ રેકોર્ડરની તપાસ કરાશે.
સ્મોક એલર્ટ શા માટે વાગ્યું
સ્મોક એલર્ટ શા માટે વાગ્યું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. સોમવારે મુંબઈ જતી ફલાઇટમાં સ્મોક ડિટેક્ટ થયું હતું. હીરાસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું ફ્લાઇટ નંબર IGO1452 (એરબસ A321)માં કુલ 194 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં બપોરે 2:45 વાગ્યે ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.વિમાન બપોરે 3:27 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. ત્યારબાદ તમામ મુસાફરોને સલામત રીતે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.
ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ સામે આવ્યા ન હતા. કાર્ગો હોલ્ડમાં ધુમાડો દેખાવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે આ મામલે પ્રાથમિક તારણ સામે આવ્યું છે.