Breaking News : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પ્રેમસુખ ડેલુને સોંપાઈ રાજકુમાર જાટના કેસની તપાસ, ગણેશ ગોંડલ સહિત 13 લોકો થયા હાજર, જુઓ Video

Breaking News : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પ્રેમસુખ ડેલુને સોંપાઈ રાજકુમાર જાટના કેસની તપાસ, ગણેશ ગોંડલ સહિત 13 લોકો થયા હાજર, જુઓ Video

| Edited By: | Updated on: Nov 23, 2025 | 10:16 AM

રાજકોટના ગોંડલના ચકચારી મચાવતો રાજકુમાર જાટના મોતના કેસમાં તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. અત્યાર સુધી આ કેસની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ સુરેન્દ્રનગર SP, IPS પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે.

રાજકોટના ગોંડલના ચકચારી મચાવતો રાજકુમાર જાટના મોતના કેસમાં તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. અત્યાર સુધી આ કેસની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ સુરેન્દ્રનગર SP, IPS પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે. જેના પગલે ગઈકાલે મોડી રાત્રે ગોંડલનાં પૂર્વ MLA જયરાજસિંહનાં પુત્ર ગણેશ જાડેજા સહિત 13 લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. વિશેષ તપાસ અધિકારીએ આ નિવેદન લીધા છે. મોડી રાત્રે તમામ શખ્સોને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં બોલાવી પૂછપરછ કરી છે.

ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ

ઉલ્લેખનીય છે કે ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આંચકી લઇને સુરેન્દ્રનગર SPને સોંપાઈ છે. ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું હતું. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યા હતા. આ કેસની તપાસ સુરેન્દ્રનગર SP, IPS પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે જેમાં ધાંગધ્રાનાં ડી.વાય.એસ.પી જે.ડી. પુરોહિત તેમને મદદ કરશે. આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મુકાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો