Breaking News : જૂનાગઢના મિની મહાકુંભમાં સાધુ-સંતો સાથે PI વરીયાની ડુબકીથી વિવાદ, જુઓ Video

| Updated on: Feb 16, 2026 | 10:58 AM

જૂનાગઢના ભવનાથ મેળામાં મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડમાં પીઆઈ વરિયાના સ્નાનથી નવો વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત આ કુંડમાં તેમણે નિયમો અને બેરિકેડિંગ તોડીને સ્નાન કર્યું હતું. અગાઉ કીર્તિ પટેલના આવા જ વિવાદ બાદ આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા મિની મહાકુંભમાં વિવાદોની હારમાળા જોવા મળી રહી છે. અગાઉ કીર્તિ પટેલ દ્વારા નિયમોના ભંગ બાદ, હવે પીઆઈ વરિયાના મૃગી કુંડમાં સ્નાન કરવાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. મહાશિવરાત્રી 2026ના પાવન પર્વ નિમિત્તે આયોજિત ભવનાથ મેળામાં આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

સાધુ-સંતો સાથે PI વરીયામા સ્નાનથી અનેક સવાલ

જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે, જ્યાં માત્ર સાધુઓને સ્નાનની મંજૂરી હોય છે, ત્યાં એક પુરુષ કેવી રીતે ઘૂસી ગયા..? કેમ સુરક્ષાકર્મીઓ PI વરીયાને ન ઓળખી શક્યા..? સાધુ-સંતો અને નાગા બાવા વચ્ચે સ્નાન કરતાં PI વરીયા કેમ કોઇને ન દેખાઇ..? શું વહીવટી તંત્ર PI વરીયા સામે કરશે ઠોસ કાર્યવાહી..? શું ગેરકાયદે સ્નાન કરવાની PI વરીયાને ચૂકવવી પડશે કિંમત..?

પ્રાપ્ત માહિતી અનુસાર, પીઆઈ વરિયાએ સાધુ-સંતો સાથે મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું. પરંપરાગત રીતે, મૃગી કુંડમાં મહાશિવરાત્રી દરમિયાન નાગા સાધુઓ અને અન્ય સંતો દ્વારા જ સ્નાનનું વિશેષ મહત્વ હોય છે અને તેમને જ તેની મંજૂરી હોય છે. આવી સ્થિતિમાં, પીઆઈ વરિયાને કુંડમાં પ્રવેશની શા માટે મંજૂરી આપવામાં આવી તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

આ ઘટના કીર્તિ પટેલ દ્વારા અગાઉ તમામ નિયમો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને નેવે મૂકીને કરાયેલા સ્નાન બાદ ફરીથી સામે આવી છે. આ બંન્ને ઘટનાઓ એક જ મેળામાં નિયમોના ઉલ્લંઘન અને અધિકારીઓ દ્વારા થતા ભેદભાવ તરફ ઇશારો કરે છે. આસ્થાના આ પ્રતિક સમા મૃગી કુંડમાં નિયમોનો ભંગ શા માટે કરવામાં આવ્યો, તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Feb 16, 2026 09:53 AM
Follow Us
Loading...
Unable to load recommendations.