Breaking News : અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો, નહીં તો વધશે મુશ્કેલી
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે અને શહેરમાં ખાસ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે અને શહેરમાં ખાસ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
ઉજવણી દરમિયાન ટ્રાફિક ભીડ અને અકસ્માત ટાળવા માટે શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સિંધુભવન રોડ અને CG રોડને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરના દિવસે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મીઠાખળી સર્કલથી કોમર્સ છ રસ્તા થઈ CG રોડ તરફ જવાની છૂટ આપવામાં આવશે, જ્યારે ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ હોટલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે SP રિંગ રોડનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર અમદાવાદ શહેરને ‘નો ફ્લાઈ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત SG હાઈવે પર પેસેન્જર વાહનો સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નાગરિકોને નિયમોનું પાલન કરવા અને ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં ક્રિસમસ બાદ પણ ભગવા સેનાનો વિરોધ યથાવત્. પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકરોએ. ક્રિસ્ટમસ ટ્રી હટાવી દેખાવો કર્યા હતા. તેને લઈ વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ભગવા સેના દ્વારા કરાઈ રહ્યો હતો વિરોધ.
મોલમાં ક્રિસમસની ઉજવણીના વિરોધનો મામલે. ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું કે, કાર્યકરો ધર્મની વાત કરવા માટે મોલમાં ગયા હતા. દુકાનદાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી. સાથે સવાલ ઉઠાવ્યા કે, માત્ર ક્રિસમસ પર જ કેમ આયોજનો કરાય છે. સનાતન ધર્મના તહેવારો અને પર્વોની ઉજવણી કેમ નથી કરતા?.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
