Breaking News : કીર્તિ પટેલને વધુ એક કેસમાં જામીન તો મળ્યા, છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
જૂનાગઢમાં કીર્તિ પટેલને ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં જામીન મળ્યો છે. એ સાથે જ, ત્રીજા કેસમાં કીર્તિને આવતીકાલે પોતાના તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી છે. તેમજ પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં કીર્તિ પટેલે આવતીકાલે હાજરી આપવી પડશે.
જૂનાગઢમાં કીર્તિ પટેલને ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં જામીન મળ્યો છે. એ સાથે જ, ત્રીજા કેસમાં કીર્તિને આવતીકાલે પોતાના તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી છે. તેમજ પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં કીર્તિ પટેલે આવતીકાલે હાજરી આપવી પડશે.
જામીન મળ્યા બાદ કીર્તિ પટેલે જણાવ્યું, “સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે.” ગઈકાલે ખંડણીના કેસમાં પણ કીર્તિ પટેલને જામીન મળી ચુક્યા છે.
કીર્તિ વિરૂદ્ધ જૂનાગઢમાં 3 ગુના
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ અન્ય બે ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ
કીર્તિ પટેલે રિમાન્ડ દરમિયાન અનેક ઘટસ્ફોટ કર્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કીર્તિએ જણાવ્યું છે કે, તેના પર ફરિયાદ નોંધાયા બાદ તે સીધી રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી હતી. ધરપકડથી બચવા ઉદયપુરમાં તેણે આશરો લીધો હતો..માહિતી એવી પણ મળી રહી છે કે, કીર્તિ પટેલે ભાગવામાં ઉપયોગ કરેલી કારનો પણ કબજો લેવામાં આવશે..હાલ તો કીર્તિ ઉપરાંતના બાકીના ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કીર્તિ પટેલના કાંડ !
- 2017 માણસામાં પ્રોહિબિશન ગુનો દાખલ
- 2019 અમરોલીમાં ધાકધમકીનો કેસ
- 2020 સુરત પુણામાં હત્યાનો પ્રયાસ
- 2020 કામરેજમાં ધાકધમકી
- 2021 પાટણમાં મારામારી
- 2022 જૂનાગઢમાં ભેંસાણમાં રાયોટિંગ
- 2023 અમદાવાદમાં ખંડણી-બદનક્ષી
- 2024 બિલ્ડરની બદનક્ષી અને ખંડણી
કોમેડી વીડિયો બનાવતી બનાવતી આક્ષેપ વાળા વીડિયો બનાવવા અને આટલા ગંભીર ગુનાઓના ચોપડે ચડી ગઇ છે..ગુજરાતના ઘણા જિલ્લામાં તેની સામે ફરિયાદ થઈ છે..પણ આ વિવાદિત સ્નાન કરવું તેને આ બધા પર ભારી પડી ગયું છે. બિન્દાસ્ત જઇ રહેલી કીર્તિ રડતા રડતા કોર્ટમાં ગઇ અને હવે આગળ કાયદો કેટલો કડકાઇ સાથે વ્યવહાર કરે છે તે જોવાનુ હવે છે.