Breaking news: જામનગરમાં પોલીસની અનોખી પહેલ, ગુનેગારોને નિર્લિપ્ત રાયે આપી ચેતવણી, હવે કરે છે સફાઈ કામ
જામનગરમાં પોલીસ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, જે હાલમાં ચર્ચાનો વિષય બની છે. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠક બાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ અને રીઢા ગુનેગારોને કડક ચેતવણી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરોપીઓએ પોતાનું વલણ બદલવાનું શરૂ કર્યું
આ ચેતવણીની તરત જ અસર જોવા મળી. અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓએ પોતાનું વલણ બદલવાનું શરૂ કર્યું અને સમાજ માટે સકારાત્મક કાર્ય તરફ વળ્યા. આ અંતર્ગત આરોપીઓએ જામનગર એસપી કચેરી ખાતે આવેલા બગીચામાં સફાઈ અભિયાન હાથ ધર્યું.
આરોપીઓએ સફાઈ કરી અને શ્રમદાન આપ્યું
મોટી સંખ્યામાં આરોપીઓ એકસાથે જોડાઈને બગીચાની સફાઈ કરી અને શ્રમદાન આપ્યું. આ દરમિયાન કામ કરતા આરોપીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
પોલીસની આ પહેલને કેટલાક લોકો સુધારાત્મક પગલું ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને કડક કાર્યવાહીનો ભાગ માનતા જોવા મળે છે. તેમ છતાં આ પ્રયાસથી સમાજમાં એક સકારાત્મક સંદેશ જતો જોવા મળે છે.