AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ખાદ્યતેલના ભાવમાં વધારો ! કપાસ તેલ 20 રુપિયા, તો સિંગતેલ 10 રુપિયા મોંઘુ થયું

Breaking News: ખાદ્યતેલના ભાવમાં વધારો ! કપાસ તેલ 20 રુપિયા, તો સિંગતેલ 10 રુપિયા મોંઘુ થયું

| Updated on: Mar 31, 2026 | 11:54 AM
Share

કાચામાલની અછત સર્જાતા હવે ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. મળતી માહિતી મીજબ રાજકોટમાં સિંગતેલ અને કપાસ તેના ભાવ વધ્યા છે.

ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે કાચામાલની અછત સર્જાતા હવે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. મળતી માહિતી મીજબ રાજકોટમાં સિંગતેલ અને કપાસ તેના ભાવ વધ્યા છે. સિંગતેલના ભાવમાં આજે 10 રુપિયાનો વધારો થયો છે જ્યારે કપાસ તેલના ભાવ 20 રુપિયા વધી ગયા છે.

ખાદ્ય તેલના ભાવમાં ભડકો

યુદ્ધની સ્થિતિ વચ્ચે સર્જાય રહેલ કટોટકીના કારણે LPG, પેટ્રોલ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ કપાસ અને સિંગતેલના ભાવમાં રુ 225નો વધારો નોંધાયો છે. હવે ખાદ્ય તેલ મોંઘુ થતા સામાન્ય જનતાના ખિસ્સા પર તેની સિધી અસર પડવાની છે. મોંઘવારીના માર વચ્ચે અનેક વસ્તુઓ મોંઘી થતા સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કપાસ અને સિંગતેલ બન્નેના ભાવ વધ્યા

તમને જણાવી દઈએ કે ખાદ્યતેલના ભાવમાં વધારો થતા આજે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520 રુપિયાથી વધીને રુ.2540 થઈ ગયો છે. જ્યારે, સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3005 થી વધીને રૂ. 3015 થઈ ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાન 31 માર્ચે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ બંધ હોવાથી ભાવ વધ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બજારમાં કાચામાલની સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી

યુદ્ધજન્ય પરિસ્થિતિઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચામાલની સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે, જેના પરિણામે આયાત આધારિત ખાદ્યતેલના બજારમાં અનિશ્ચિતતા વધી છે. વેપારીઓના કહેવા મુજબ આવનારા સમયમાં ભાવોમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે, કારણ કે વૈશ્વિક સ્તરે પુરવઠો સ્થિર થવા માટે સમય લાગી શકે છે.

નાળિયેરના ભાવ મુદ્દે ખેલાયો લોહીયાળ જંગ, વેપારીઓ વચ્ચેના વિવાદમાં પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">