Gujarat Video : ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં બે બુટલેગર સહીત 4 સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ, કથિત જાસૂસ કોન્સ્ટેબલોની ધરપક્ડ કરાઈ

Ankit Modi

|

Updated on: Feb 08, 2023 | 7:13 PM

Gujarat Cops Spying : ઉલ્લેખનીય છે કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ એસપી ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે જેમની સામે હવે ગુનો દાખલ થઇ શકે છે.

ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ એસપી ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે જેમની સામે હવે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ છે.

નોકરી કોની કરતા હતા? પોલીસ કે બુટલેગરની?

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ ટીમના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પોલીસકર્મીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ અને કોન્સ્ટેબલની જાસૂસી કરી હતી. બુટલેગરોનો દારૂ ન પકડાય તે માટે પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરને જણાવી દેવાતા હતા.

આ અધિકારીઓ ઉપર વિશેષ વોચ રાખવામાં આવતી હતી

સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ SP તરીકે ડો. લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવવો લોઢાના ચણા ચાવવા સમાન હોવાનો કુખ્યાત બુટલેગરોને અહેસાસ હતો જેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરાવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપરાંત ભરૂચ Crime Branch PI ફિલ્ડમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શકી નહીં.

કઈ કંપનીમાંથી કેટલા લોકેશન મેળવી જાસૂસી કરી

  • વોડાફોન – 530
  • જીઓ – 215
  • વોડાફોન – 85

જાસૂસોની સંપત્તિની તપાસ થશે

પોલીસ તપાસમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીને જોડવામાં આવ્યા છે જયારે તપાસ નબળી ન રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક જાતે તપાસની દેખરેખ રાખી રહ્યા છે. સૂત્રો અનુસાર અશોક સોલંકી અને મયૂર ખુમાણની સંપત્તિઓની પણ તપાસ કરવામાં આવશે

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati