AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, Watch Video

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, Watch Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2026 | 9:46 AM
Share

ગુજરાતમાં ઉનાળાએ હવે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદ સહિતના અનેક શહેરોમાં લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરશે. તાપમાનમાં આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, આવતીકાલથી અમદાવાદમાં સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે ગરમ પવનો અને તીવ્ર તાપમાનને કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે ગરમીની અસર જોવા મળી શકે છે.

થાક જેવી સમસ્યાઓ વધવાની શક્યતા

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. ગરમીના કારણે હીટસ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ વધવાની શક્યતા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની છે.

સીધા તડકાથી બચવા અપીલ કરવામાં આવી છે

હવામાન વિભાગે લોકોને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને સીધા તડકાથી બચવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં વધી રહેલી ગરમીને કારણે લોકોમાં ચિંતા વધી છે અને આગામી દિવસોમાં હવામાન વધુ કઠિન રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Breaking News: ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી, સ્ટાર્સે વધાર્યો ગીરનો ગૌરવ, જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">