Breaking News : ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ, ખેડૂતો ચિંતામાં

| Updated on: Mar 16, 2026 | 11:40 AM

Gujarat Weather News: આગાહી મુજબ આવતીકાલથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલું ઘટાડો થવાની શક્યતા છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવા માહોલનું સર્જન થશે.

ગુજરાતમાં ભર ઉનાળાની વચ્ચે વાતાવરણમાં આવતીકાલથી પલટો જોવા મળશે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ જાહેર કર્યું છે. આવી આગાહી સામે આવતા ખેડૂતો અને ખેડૂતોની સંગઠિત સંસ્થાઓ ચિંતિત છે, કારણ કે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થઈ શકે છે.

જાણો કયા જિલ્લામાં વરસશે વરસાદ

આગાહી મુજબ આવતીકાલથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલું ઘટાડો થવાની શક્યતા છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવા માહોલનું સર્જન થશે. 18 માર્ચે ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં પણ વરસાદ પડી શકે છે. 19 માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

હવામાન વિભાગે લોકોને અનુકૂળ તૈયારી રાખવા અને પાકના નુકશાનને ઓછું કરવા સૂચના આપી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માવઠાની આગાહી અનુસાર પાણીની વ્યવસ્થા, મકાઈ, મગફળી, ઘઉં અને કેરી જેવા પાકની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

આ કમોસમી માવઠાની સ્થિતિમાં લોકોને માર્ગો પર સાવચેત રહેવા, ઓવરફ્લો ન થાય તે માટે પાણીની સંભાળ રાખવા અને અચાનક વાતાવરણમાં સુરક્ષિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે, હોટેલ સંચાલકો કોલસા તરફ વળ્યા, જુઓ વીડિયો