Breaking News : ગુજરાત પોલીસ ડ્રગ્સ આરોપીઓની ગેરકાયદે મિલકતો પર કરશે મોટી કાર્યવાહી, જુઓ Video
ગુજરાત પોલીસ ડ્રગ્સના આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. NDPS એક્ટ હેઠળના આરોપીઓની ગેરકાયદે મિલકતો અને સંપત્તિનો સર્વે ચાલી રહ્યો છે. ડ્રગ્સના પૈસાથી વસાવેલી કોઈપણ પ્રોપર્ટી પર કાર્યવાહી થશે, જેમાં મિલકતો તોડી પાડવા સુધીના પગલાં લેવાઈ શકે છે.
ગુજરાત પોલીસ ડ્રગ્સના આરોપીઓ પર મોટી કાર્યવાહી કરશે. NDPSનાં આરોપીઓની ગેરકાયદે પ્રોપર્ટીનો સર્વે હાથ ધર્યો છે.ભૂતકાળમાં પણ NDPSનો કેસ હશે તેની પ્રોપર્ટીની તપાસ થશે. NDPSના રૂપિયાથી વસાવેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરાશે.ગેરકાયદે પ્રોપર્ટી પર પોલીસ મોટી કાર્યવાહી કરી શકે છે.ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે ગુજરાત પોલીસે કડક વલણ અપનાવ્યું છે.
ડ્રગ્સના આરોપીઓ પર મોટી કાર્યવાહી
રાજ્ય પોલીસ હવે ડ્રગ્સના આરોપીઓ પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ખાસ કરીને, NDPS એક્ટ હેઠળ ભૂતકાળમાં જેમની સામે કેસ નોંધાયા છે, તેવા આરોપીઓની ગેરકાયદે મિલકતો અને સંપત્તિનો વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.આ સર્વેનો મુખ્ય હેતુ એ તપાસવાનો છે કે આરોપીઓએ ડ્રગ્સના ગેરકાયદેસર નાણાંમાંથી કોઈ જમીન, મકાન કે અન્ય કોઈપણ પ્રકારની સંપત્તિ વસાવી છે કે કેમ. જો ડ્રગ્સના નાણાંથી ખરીદવામાં આવેલી કોઈપણ મિલકત કે વસ્તુઓ સામે આવશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી ગેરકાયદેસર સંપત્તિને તોડી પાડવા સુધીના પગલાં પણ લેવામાં આવી શકે છે.
ગુજરાત પોલીસ દ્વારા ટૂંક સમયમાં આ અંગે મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોની સંપત્તિની આ તપાસ બાદ કયા મોટા ખુલાસા થાય છે અને કોની સામે કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે. આ કાર્યવાહી રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટેના પોલીસના મજબૂત સંકલ્પને દર્શાવે છે.
ડ્રગ્સના આરોપીના મકાન પર બુલડોઝર ફર્યું
થોડા દિવસ પહેલા સરખેજમાં ડ્રગ્સના આરોપીના મકાન પર બુલડોઝર ફર્યું હતુ.આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે રહેતા હોવાનો ખુલાસો થયો હતો. અગાઉ વર્ષ 2023-24માં AMCએ મકાનનું ડિમોલેશન કર્યું હતું. આરોપીઓએ ફરીથી ગેરકાયદે મકાન બનાવ્યું હતુ. મકાનમાં ગાંજાનો વેપાર કરતા હોવાનું સામે આવ્યું હતુ. ગેરકાયદે બાંધકામ પર ફરીથી ડિમોલેશનની કાર્યવાહી કરાઈ હતી.અમદાવાદ પોલીસ અને એએમસીની સંયુક્ત કામગીરી જોવા મળી હતી.