Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ, તો નગરપાલિકામાં ભાજપે તમામ 44 બેઠકો કરી કબજે
જયરાજસિંહ જાડેજાનો ગઢ ગણાતા ગોંડલમાં આમ આદમી પાર્ટીએ ગાબડુ પાડ્યું છે. ગોંડલ તાલુકા પંચાયતમાં આપની એન્ટ્રી થઈ છે. તાલુકા પંચાયતની 4 સીટ પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. જિગીશા પટેલ છેલ્લા એક વર્ષથી સતત ગોંડલના ગામડાઓમાં ફરી આપનો પ્રચાર કરી રહ્યા હતા.
ગોંડલ એ ભાજપના જયરાજ સિંહ જાડેજાનો ગઢ ગણાય છે. હાલ ગોંડલ બેઠક પરથી જયરાજ સિંહના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. ગોંડલ પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યુ છે. ખાસ કરીને જયરાજ સિંહ જાડેજાનો અહીં દબદબો જોવા મળે છે. ન માત્ર વિધાનસભા પરંતુ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો છે. જો કે આ વખતે જયરાજસિંહના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડુ પાડીને તેની 4 બેઠકો પર કબજો કર્યો છે.
ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટએ ખાતું ખોલાવતા 4 સીટ પર જીત મેળવી છે. ગોંડલ તાલુકા પંચાયતની 22 પૈકી 18 બેઠકો ભાજપે કબજે કરી છે.
આ તરફ ગોંડલ નગરપાલિકામાં પણ ભાજપે તેનો દબદબો જાળવી રાખ્યો છે. ગત ટર્મની જેમ આ વખતે પણ ભાજપે 11 વોર્ડની તમામ 44 બેઠકો જીતી લીધી છે. આપને જણાવી દઈએ ગોંડલ નગરપાલિકાની 20 બેઠકો પહેલેથી જ બિનહરીફ થઈ હતી. હાલ ભાજપના વિજયથી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ જરૂરથી સેંધ મારી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર જિગીશા પટેલ છેલ્લા એક વર્ષથી ગોંડલના ગામડે ગામડે ફરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા. તેમના પર બે વાર હુમલાનો પ્રયાસ પણ થયો હતો. જેમા તેમને માથામાં ઈજા પણ આવી હતી.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠક પર ભાજપનો વિજય, 1-1 બેઠક કોંગ્રેસ-આપને ફાળે