Breaking News : ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ,પોલીસ દ્વારા યોગ્ય તપાસની માગ, જુઓ Video
ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત થતો હોય છે. ત્યારે ખેડામાં પ્રતિબંધિત ચાઈનીઢ દોરીથી યુવતીનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત થતો હોય છે. ત્યારે ખેડાના નડિયાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી છે. નડિયાદના જય માનવ સેવા પરિવાર સંસ્થા પાસે આ ઘટના બની હતી. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવતીને ગંભીર ઈજા થઈ હતી.
ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
મળતી માહિતી અનુસાર એક્ટિવાચાલક યુવતીના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી ફસાઈ ગઈ હતી. યુવતીના ગળામાંથી લોહી નીકળતા તાત્કાલિક ધોરણે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સદનસીબે સમયસર સારવાર મળી રહેતા યુવતીનો જીવ બચ્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈ પોલીસ દ્વારા યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 18, 2025 02:22 PM
