Breaking News : અમદાવાદની 18 બેન્કોમાંથી સાડા 5 લાખથી વધુની નકલી નોટો મળી આવી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 30, 2026 | 1:37 PM

અમદાવાદની 1,2 નહી પરંતુ 18 બેંકમાં મળેલી નકલી નોટ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.કુલ 5 લાખ 67 હજારની નકલી ચલણી નોટ મળી આવી હતી. બેંકો સુધી આ નકલી નોટો પહોંચતા પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

હવે જો નકલી નોટની વાત આવે તો કહી શકાય કે, આ નકલી નોટ હવે બેંક સુધી પહોંચી ગઈ છે. સામાન્ય વ્યક્તિથી લઈ સીનિયર સીટીઝન બેંકોમાં રોકડ લેવા માટે જતાં હોય છે. ત્યારે જો તેને બેંકમાંથી જ આ નકલી નોટના બંડલ મળે તો આમાં વાંક કોનો. કારણ કે, હાલમાં અમદાવાદ શહેરની જુદી-જુદી 18 બેંકમાં નકલી ચલણી નોટ મળવા મામલે SOGએ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે, બેંકોમાં 500ના દરની નોટો સહિત કુલ 5 લાખ 67 હજારની નકલી ચલણી નોટ મળી આવી હતી.

નકલી નોટ ATM કે, બેન્કમાં જમા

અમદાવાદની 18 જેટલી બેન્કોમાંથી બે હજાર, 500, 200, 100 અને 50ના દરની કુલ 1 હજાર 659 નકલી નોટો મળી છે. જેની કિંમત 5 લાખ 67 હજાર છે. આ મામલે SOGએ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આમ તો બેન્કમાં અસલ અને નકલી નોટની જાણ થઈ જાય છે.પરંતુ અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા એવી નોટો પણ બનાવી રહ્યા છે કે, બેન્કમાં પણ તેનો ખ્યાલ આવતો નથી. ઓ નકલી નોટ ATM કે, બેન્કમાં જમા કરાવાઈ છે. હવે નકલી નોટો જમા કરાવનારા આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરાયા છે.

નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. 2000ના દરની 6 નોટો, 500 ના દરની 895 નોટ નકલી મળી આવી,200ના દરની 374 અને 100 ના દરની 274 નોટો, 50 ના દરની 110 નકલી નોટો મળી આવી છે, આમ કુલ 5,67,200 રૂપિયાના દરની નકલી ચલણી નોટો બેંકોમાં જમા હતી.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us