Breaking News : રાજ્ય સરકાર રચિત UCC કમિટીને કોર્ટે આપી લીલી ઝંડી,કોર્ટે સુરતના અરજદારની અરજી ફગાવી, જુઓ Video
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુસીસી કમિટીને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુસીસી કમિટીને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સરકાર માટે મોટી રાહતરૂપ છે. પાછલી ચુંટણીઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ જ વચન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે યુસીસી કમિટીની રચના કરી હતી.
રાજ્ય સરકાર રચિત UCC કમિટીને કોર્ટે આપી લીલી ઝંડી
જોકે આ કમિટીની રચના સુરતના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. અરજદારે દાવો કર્યો હતો કે કમિટીમાં અલ્પસંખ્યક સમુદાયો અને નિષ્ણાતોનો પૂરતો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમણે કમિટીની રચનાને ગેરકાયદેસર ગણાવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અનેક સુનાવણીઓ યોજાઈ હતી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ અને સરકારી વકીલે દલીલ કરી હતી કે કમિટી રાજ્ય સરકારની આંતરિક કમિટી છે અને તેમાં કાનૂની સલાહની જરૂર નથી.
અંતિમ ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે અરજદારની દલીલો ફગાવી દીધી અને રાજ્ય સરકારની યુસીસી કમિટીને મંજૂરી આપી દીધી. આ નિર્ણયથી યુસીસી કમિટી પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી શકશે અને યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધી શકશે.
