Breaking News: અમદાવાદ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ, Watch Video

| Edited By: | Updated on: Apr 15, 2026 | 2:39 PM

અમદાવાદમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં ચાર મહત્વપૂર્ણ બેઠકો ગુમાવી દીધી છે, જેનાથી સંગઠન માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.

અમદાવાદમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં ચાર મહત્વપૂર્ણ બેઠકો ગુમાવી દીધી છે, જેનાથી સંગઠન માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.

રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાઈ ગયા

થલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના પરિણામે ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આ ઘટનાએ કોંગ્રેસના સ્થાનિક સંગઠન પર સવાલો ઊભા કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું

તે જ રીતે, સરખેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી વારિસ સૈયદ ગુમ હોવાનું પણ ચર્ચામાં રહ્યું હતું. આ પહેલાં સરખેજમાં ભરત ભરવાડે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, જેના કારણે આ બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

અત્યાર સુધીમાં અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે વાસણા વોર્ડમાં OBC મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાતા પાર્ટીએ એક બેઠક ગુમાવી હતી.

આ રીતે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે ચાર બેઠકો ગુમાવી દીધી છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી વધુ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : કોંગ્રેસ નેતા લલિત વસોયા નિવેદનથી વિવાદ, ચૂંટણી પંચને ગણાવ્યું ‘પાળતું શ્વાન’, જુઓ વીડિયો

Published on: Apr 15, 2026 02:17 PM
Follow Us