Breaking News : છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ? હથિયારો સાથેનો વીડિયો થયો વાયરલ, જુઓ
છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ગઈકાલે ચૂંટણી યોજાઇ હતી.છોટાઉદેપુરમાં કારમાં સાંસદ જશુ રાઠવા બંદૂક લઈને નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આમ તો તમે જોયું હશે કે, સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર વીડિયો બનાવવાના ભારે શોખીન હોય છે. પરંતુ આજ કાલ તો જાણે રીલ્સ બનાવવાનો ટ્રેડ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ લિસ્ટમાં હવે નેતાઓ પણ બાકાત રહ્યા નથી. હાલમાં એક સાંસદનો બંદુક સાથે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે તેની પુષ્પા સ્ટાઈલે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ટુંકમાં નેતાઓ પણ હવે રીલ્સના શૌખીન બન્યા છે.છોટાઉદેપુરમાં કારમાં સાંસદ જશુ રાઠવા બંદૂક લઈને નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ગઈકાલે ચૂંટણી યોજાઇ હતી.છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે હાજર રહ્યા 13 સભ્યો જ્યારે 13 સભ્યો આપના ગેરહાજર રહ્યા હતા.છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ને ઉઠાવી જવાનો આરોપ આપ ના ઉમેદવારો એ લગાવતો હતો. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ નું બોર્ડ બન્યું હતું.
બંદૂક સાથેના વીડિયોને લઈ સવાલો
ભાજપની જીત થતા છોટાઉદેપુર સાંસદ અને તેમના સમર્થકો એ ખુશી વ્યક્ત કરી હતી.ગાડી માં સાંસદ બંદૂક લઈ ને નીકળ્યા હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે હાલ ચર્ચા ના વિષય બન્યો છે. તેમજહાલમાં સાંસદના બંદૂક સાથેના વીડિયોને લઈ સવાલો ઉભા થયા છે.