Breaking News : વડોદરાના જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન,જુઓ Video
વડોદરાના જરોદ નજીક ગઈકાલે આતંકી ઝડપાયા બાદ વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આતંકી રેલવે સ્ટેશન નજીક રોકાયો હોવાના ખુલાસા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. વડોદરા રેલવે સ્ટેશન પર RPF દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમ, પાર્કિંગ ઝોન, પ્લેટફોર્મ સહિતના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. મુસાફરોના સામાનનું પણ સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે.
જરોદ પાસેથી આતંકી ઝડપાયા બાદ પોલીસ તંત્ર એલર્ટ
બીજી તરફ, ATS દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ વડોદરાના મકરપુરા વિસ્તારમાં પણ પોલીસનું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસની ટીમોએ મકરપુરા વિસ્તારમાં આવેલી હોટલો અને શંકાસ્પદ સ્થળોએ તપાસ કરી હતી. હોટલોમાં રોકાયેલા લોકોની વિગતો અને અન્ય જરૂરી માહિતી મેળવવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ઝડપાયેલા આરોપીને સ્થાનિક સ્તરે કોઈ વ્યક્તિ દ્વારા મદદ કરવામાં આવી હતી કે કેમ. આરોપી વડોદરા અથવા આસપાસના વિસ્તારમાં કોના સંપર્કમાં હતો અને તેની પ્રવૃત્તિઓમાં કોઈ સ્થાનિક વ્યક્તિની સંડોવણી હતી કે કેમ તે જાણવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
ATSની કાર્યવાહી બાદ મકરપુરા વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
આતંકી ઝડપાયા બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ ચાલુ છે. જોકે, સ્થાનિક મદદ અંગેની બાબત તપાસનો વિષય છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો : Breaking News : ગોંડલમાં ખૂની ખેલ! તેલના વેપારીની દુકાનમાં જ ઘાતકી હત્યા, બાઈક પણ ગાયબ,જુઓ Video