Breaking News: અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત, જુઓ Video
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિતશાહનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.અમિત શાહે પણ કાર્યક્રમ સ્થળ બહાર ગાડીમાંથી નીચે ઉતરી લોકોને આવકાર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અમિત શાહે અમદાવાદના અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પોલીસ ફાયર ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓની અંગે સમીક્ષા કરી હતી.અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
બોપલમાં લોક દરબાર બહાર મોટી સંખ્યામાં લોકોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતુ.થોડા સમય પહેલા ભારે વરસાદ બાદ આસપાસના વિસ્તારોમાં સેનાએ મોરચો સંભાળ્યો હતો. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના બોપલ વિસ્તારમાં લોકોએ અમિત શાહને આવકાર્યા છે. અમિત શાહે પણ કાર્યક્રમ સ્થળ બહાર ગાડીમાંથી નીચે ઉતરી લોકોને આવકાર્યા હતા.
પાણી નિકાલની જવાબદારી મારી રહેશે : અમિત શાહ
ગઇકાલે પણ અમદાવાદ બોપલ, ઘુમા, આંબલી અને શેલા વિસ્તારના પ્રજાજનો સાથે લોક દરબારનું આયોજન કર્યું હતુ. પ્રજાજનો તેમની સમસ્યા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તેવું આયોજન કરાશે.રસ્તા, ડ્રેનેજ, પાણી, ટ્રાફિક સહિતના પ્રશ્નો મામલે લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.CM ભૂપેન્દ્ર પટેલ, મેયર, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અમિત શાહે લોકદરબારમાં સ્થાનિકોના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે,ફરી વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ ન સર્જાય તેવી વ્યવસ્થા થશે. 30 ઈંચ વરસાદ સુધી પણ ઘરમાં પાણી ન ભરાય તેવું આયોજન થશે.પાણી નિકાલની જવાબદારી મેયર કે કોર્પોરેટરની નહીં પણ મારી રહેશે.