AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા ચહેરાઓનું Welcome અને જૂના ચેહરાને ભાજપ Good bye કરશે, જુઓ વીડિયો

Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા ચહેરાઓનું Welcome અને જૂના ચેહરાને ભાજપ Good bye કરશે, જુઓ વીડિયો

Ronak Varma
| Edited By: | Updated on: Apr 08, 2026 | 11:52 AM
Share

મનપા ચૂંટણી પહેલા ભાજપમાં મોટા ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે. 80% નવા અને યુવા ચેહરાને પાર્ટી તક આપી શકે છે ,કોના પત્તા કપાઈ શકે છે, જુઓ આખું લિસ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ચૂંટણીમાં સૌથી વધુ યુવા ચહેરાઓને પ્રતિનિધિત્વ અપાઈ શકે છે તેવી સૂત્રો દ્વારા હાલ માહિતી મળી રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાશે.ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી કાઉન્ટડાઉન શરૂ થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ નવાજુનીના મૂડમાં જોવા મળી રહી છે.

AMC ચૂંટણીને લઈને પાર્લિયામેન્ટ્રી બેઠક પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.ભાજપ દ્વારા 80% કોર્પોરેટરોની બાદબાકી કરાશે.મોટા ભાગના યુવા ચહેરાઓને ભાજપ પ્રાધાન્ય આપશે.

જૂના જોગી, વિવાદિત ચેહરાના પત્તા કટ

ભાજપ મનપા ચૂંટણી જીતે તો આગામી ટર્મના મેયર અમદાવાદ પશ્ચિમ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદ પૂર્વમાંથી આવશે.અનેક જૂના જોગીઓને ગુડ બાય કરી, યુવા ભાજપને પ્રાધાન્ય અપાશે. જૂની ફોર્મ્યુલા અને નવા ચેહરાની ફોર્મ્યુલા સાથે ભાજપ ચૂંટણીમાં ઝંપલાવશે. તમને જણાવી દઈએ ક,આવતીકાલે ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ચૂંટણીમાં સૌથી વધુ યુવા ચહેરાઓને પ્રતિનિધિત્વ અપાઈ શકે છે તેવી સૂત્રો દ્વારા હાલ માહિતી મળી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.અનેક જૂના જોગી, વિવાદિત ચેહરાના પત્તા કટ થઈ શકે છે અનેક યુવા ચેહરાને તક આપવા માટે મોટા ભાગના નામો પર કાતર ફરશે.

કોના કોના નામ કપાઈ શકે છે!

દિલીપ બગરીયા

દેવાંગ દાણી

મહાદેવ દેસાઈ

જશુભાઈ ઠાકોર

પ્રતિભા જૈન

જતીન પટેલ

દિનેશ કુશવાહા

ભાસ્કર ભટ્ટ

જૈનિક વકીલ

શીતલ ડાગા

મોના રાવલ

ગૌરાંગ પ્રજાપતિ

લલિતા મકવાણા

નીરુ ડાભી

જલ્પા પંડ્યા

મૌલિક પટેલ

આરતી ચાવડા

હીરાભાઈ પરમાર

ભરત પટેલ

રીટા પટેલ

રાકેશ બ્રહ્મભટ્ટ

અરુણ સિંહ રાજપૂત

અંજુ શાહ

હિરલ ભાવસાર

દશરથ પટેલ

ભાવના વાઘેલા

યોગેશ પટેલ

 

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">