Breaking News : અંબાલાલ પટેલની મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જુઓ Video
અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.અમદાવાદમાં વાતાવરણમાં પલટાના એંધાણ છે તો બીજી બાજુ ઓક્ટોબરની શરૂઆતમાં ભારેની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ છે.દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાની શક્યતા તેમજઅમદાવાદ, ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવશે.સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં ભારે વરસાદ આવશે. 26 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. તેમજ ઓક્ટોબરની શરૂઆતમાં ગાજવીજ સાથે વરસાદની ગતિ વધી શકે છે. 3થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.
દશેરા સુધી વરસાદ ખાબકે તેવી શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રીમાં પણ વાતાવરણમાં પલટાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 15 ઓક્ટોબરથી દશેરા સુધી રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ ખાબકે તેવી શક્યતા છે. આ સિવાય જો બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ તોફાનમાં ફેરવાય તો 24 થી 26 સપ્ટેમ્બર સુધી મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદના આકાંડા જોઈએ તો.
- મહુવા, ભાવનગર – 4.13
- ગોંડલ, રાજકોટ – 3.62
- માણાવદર, જૂનાગઢ – 2.80
- જૂનાગઢ ગ્રામ્ય – 2.36
- જૂનાગઢ શહેર – 2.36
- વંથલી, જૂનાગઢ – 2.05
- વેરાવળ, ગીરસોમનાથ – 1.97
સરેરાશ 35 ઈંચ જેટલો વરસાદ
સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં વરસાદી સિઝનમાં સરેરાશ 35 ઈંચ જેટલો વરસાદ વરસતો હોય છે. આ વખતે અત્યાર સુધીમાં 35.60 ઈંચ વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 44.64 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 39.74 ઈંચ વરસાદ વરસ્યો છે. પશ્ચિમ ઝોનમાં 37.26 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં પૂર્વના વિસ્તારો કરતાં પશ્ચિમના વિસ્તારોમાં આશરે 9 ઈંચ વરસાદ વધુ નોંધાયો છે.
Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા અહી ક્લિક કરો