Breaking News : એસ.કે લાંગા અને કે .રાજેશ બાદ વધુ એક કલેક્ટર વિવાદમાં, સાબરકાંઠા કલેકટર નૈમેશ દવે વિરુદ્ધમાં ફરિયાદ, જુઓ Video
સાબરકાંઠા કલેકટર નૈમેશ દવે વિરુદ્ધમાં ભૂમાફિયાઓની સાથે મિલીભગતમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરાઈ છે. હાઇકોર્ટના વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. નિત્યાનંદની કરતૂતોનો પર્દાફાશ કરનાર વકીલે સાબરકાંઠા કલેક્ટરના ભ્રષ્ટાચારના પણ પુરાવા મેળવ્યા હોવાનો દાવો કર્યો છે.
હાલમાં ખૂબ ચર્ચિત કેસ એવો એસ. કે લાંગા અને કે.રાજેશ બાદ વધુ એક કલેક્ટર વિવાદમાં આવ્યા છે. સાબરકાંઠા કલેકટર નૈમેશ દવે વિરુદ્ધમાં ફરિયાદ કરાઈ છે. ભૂમાફિયાઓની સાથે મિલીભગતમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરાઈ છે. હાઇકોર્ટના વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે.
આ કેસમાં ઉચ્ચકક્ષાની તપાસ માટે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરાઈ. સરકારી તિજોરીને નુકસાન થાય એ રીતેની સાંઠગાંઠ કરીને ખેડૂતોને હેરાન કરાતા હોવાનો આરોપ છે. કલેકટર અને ભૂ માફિયાની સાથે ગાંઠમાં ખેડૂતોની જગ્યા પચાવી પડાઈ હોવાનો આરોપ છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ છે.
સાબરકાંઠાના તલોદની ખેતી લાયક જગ્યા ભૂમાફિયાઓ એ પચાવી પાડી હતી. સર્વે નંબરની જગ્યાઓમાં કોર્ટના હુકમ બાદ પણ સાંઠગાંઠમાં કલેકટર કચેરીમાં ઠાગાઠૈયા થતાં હતા. એક ખેડૂતે બીજા ખેડૂતોને અવેજ ચૂકવી આપ્યા બાદ પણ કલેકટરે નોંધ કરી આપવાનો ઇનકાર કર્યો હતો. કલેકટર ઉપરાંત નાયબ કલેકટર અને ચીટનીશ પણ સાંઠગાંઠમાં શામેલ હોવાનો આરોપ છે.
આ પણ વાંચો : Sabarkantha Video: સલાલના જૈન અને અંબાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ચાંદી અને પંચધાતુની ભગવાનની મૂર્તિની ચોરી
હાઇકોર્ટના વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. નિત્યાનંદની કરતૂતોનો પર્દાફાશ કરનાર વકીલે સાબરકાંઠા કલેક્ટરના ભ્રષ્ટાચારના પણ પુરાવા મેળવ્યા છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની અરજદારે માગ કરી છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





