Breaking News : તહેવારોમાં AIથી ખેલાતો છેતરપિંડીનો ખેલ, હવે સાયબર ગઠિયાઓ પણ કરી રહ્યા છે ટેક્નોલોજીનો ઉપયોગ

| Edited By: | Updated on: Nov 11, 2026 | 11:48 AM

આજે AIના વધતા ઉપયોગને કારણે અસલી અને નકલી વચ્ચેનો ભેગ પારખવો મુશ્કેલી બન્યો છે. AI ટેક્નોલોજીનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.લોકોને સવાચેત રહેવા પોલીસે અપીલ કરી છે.

કોઇપણ વસ્તુના હકારાત્મક અને નકારાત્મક બંને પાસા હોય છે. ટેક્નોલોજીનું પણ આવું જ છે.આગળ વધતી ટેક્નોલોજીનો સમાજના ઉત્થાન માટે તો ઉપયોગ થાય જ છે. પરંતુ સાયબર ગઠીયાઓ પણ ફ્રોડ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છે.સાયબર ગઠિયાઓ હવે તહેવારો અને સામાજિક પ્રસંગોનો લાભ ઉઠાવી રહ્યા છે.લગ્નની સિઝનમાં વોટ્સએપ પર ડિજિટલ કંકોત્રી મોકલીને કે તહેવારોના સમયમાં ગિફ્ટ્સ માટેની લિંક મોકલીને છેતરપિંડી આચરે છે.

AI ટેક્નોલોજીનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે

આ ડિજિટલ ઠગાઈને વધુ વિશ્વસનીય અને અસલી જેવી બનાવવા માટે હવે AI ટેક્નોલોજીનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.ગુનેગારો AIની મદદથી આબેહૂબ નકલી કંકોત્રી, ટિકિટો અને જાહેરાતો છે. એટલું જ નહીં ડીપફેક વીડિયો અને વોઇસ ક્લોનિંગ દ્વારા નજીકના સંબંધી કે ઓળખીતા વ્યક્તિના અવાજમાં મેસેજ મોકલીને પૈસા પડાવે છે.વ્યક્તિ જ્યારે ભૂલથી પણ આવી લિંક્સ સાથે આવેલી APK ફાઇલ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લે.તો ગુનેગારો યુઝરના ફોનની તમામ માહિતી મેળવી લે છે.અને પળવારમાં જ બેંકનું ખાતું ખાલી કરી નાખે છે.

આજે AIના વધતા ઉપયોગને કારણે અસલી અને નકલી વચ્ચેનો ભેગ પારખવો મુશ્કેલી બન્યો છે.ત્યારે સાયબર ફ્રોડને રોકવા પોલીસ માટે પણ મોટો પડકાર બન્યો છે.ત્યારે પોલીસ લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે.કોઈપણ અજાણી લિંક કે APK ફાઇલ ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે.એટલું જ નહીં ડિજિટલ કંકોત્રી કે ગિફ્ટ કાર્ડ ખોલતા પહેલાં મોકલનાર વ્યક્તિને ફોન કરીને ખરાઇ કરવાની પણ અપીલ કરી છે.

તો એપ્લિકેશનને સત્તાવાર પ્લો સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું સૂચન કર્યુ છે.તો OTP કે UPI પિન કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી છે.આમ છતાં જ્યારે તમે સાયબર ફ્રોડનો ભોગ બનો ત્યારે પોલીસ ફરિયાદ કે 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની સલાહ આપી છે.

 

 

Breaking News : વેપારીને હનીટ્રેપમાં ફસાવી 6.40 લાખ પડાવ્યા, અમદાવાદમાં 2 આરોપીની ધરપકડ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.