Breaking News: અમદાવાદના નરોડામાં મહિલા ચોરનો આતંક, સોનાની દુકાનમાંથી ચોરી CCTVમાં કેદ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 10, 2026 | 2:19 PM

Breaking News: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલા ચોરના આતંકથી વેપારીઓમાં ચકચાર મચી છે. નરોડા સ્થિત સોનામોતી જ્વેલર્સમાં સોનાની દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. આ મામલે દુકાન માલિક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક મહિલા ચોરના આતંકથી વેપારીઓમાં ચકચાર મચી છે. નરોડા સ્થિત સોનામોતી જ્વેલર્સમાં સોનાની દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. આ મામલે દુકાન માલિક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટના CCTVમાં કેદ

પ્રાપ્ત થતી માહિતી મુજબ 31 ડિસેમ્બરના રોજ એક મહિલા ગ્રાહક બનીને સોનામોતી જ્વેલર્સમાં આવી હતી. દુકાનમાં વિવિધ દાગીનાં જોવાના બહાને મહિલાએ ચતુરાઈપૂર્વક સોનાના દાગીનાં ચોરી કરી લીધા હતા. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં મહિલા ગ્રાહક બનીને દાગીનાં ચોરતી સ્પષ્ટ દેખાઈ રહી છે.

નરોડા પોલીસને જાણ કરી

દુકાન માલિકે CCTV ફૂટેજ ચકાસતા ચોરીની ઘટના સામે આવી હતી, જેના આધારે તરત જ નરોડા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા દુકાનોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.